ટાઈટલ કલીયર TITLE CLEAR
હા, દોસ્તો આપણી મિલકત ના ઉતરોતર કાગળ કઢાવી ફાઈલ તૈયાર કરી રાખવી, પણ એનો મતલબ ત્યાંથી પૂરો થતો નથી. ટાઈટલ ક્લીયર માં મૂળ લેખ કોના નામનો હતો તેની પાસેથી મિલકત કોને ખરીદી અને તેની પાસેથી કોને મિલકત ખરીદી એમ દરેક કડીથી કડી જોડવી પડે છે દરેક ડોક્યુમેન્ટનો ઉલ્લેખ કરવો પડે છે. તેમજ મિલકતના વેરા પંચાયત કે નગરપાલિકા કે મહા નગરપાલિકાના ભરી લાઈટ બીલો ભરી તેની પોહોંચૉ પણ રાખવી પડે છે તેમજ સરકારી રેકર્ડ માં તેમજ દસ્તાવેજ માં ક્ષેત્રફળ તફાવત છે કે કેમ ? તે પણ ચકાસવું પડે છે
ઉત્તરોત્તર વેચાણ દસ્તાવેજ મુજબ પંચાયત રેકર્ડ કે સીટી સર્વે કચેરી માં ઉતરોતર નોંધ થયેલ ન હોય તો તે પણ કરાવી લેવી, બાંધકામ મંજૂરી છે કે કેમ ? તે ચકાસી લેવું, અગર બાંધકામ મંજૂરી ન હોય તો બાંધકામ રેગ્યુલાઇજ઼ કરવા અરજી કરવી, બાંધકામ ન હોય તો, GDCR ના નિયમ મુજબ બાંધકામ કરવું
કોઈપણ વ્યક્તિ પેઢી બેંક કે સંસ્થા કે સરકારી કે અર્ધ સરકારી લેણું લેખું કારજ બોજો હોવો ન જોઈએ અને હોય તો તે ભરી તેનું પુરાવો NOC લઇ લેવું
હવે સીટી સર્વે કચેરી નું રેકોર્ડ પણ ઓનલાઇન થયું છે જેની સ્પેશ્યલ પોસ્ટ હું અલગથી મુકીશ, અને સીટી સર્વે ના રેકોર્ડ પણ તમેં ઓનલાઇન ચકાસી શકો છો.
ટાઇટલ ક્લીયરમાં અગર તમારી કોઈ વડીલો ની મિલકત છે અને વડીલ હૈયાત નથી તો તેને માટે વારસાઈ આંબો કઢાવવો અને પછી વારસાઈ ની નોંધ જેતે કચેરી પંચાયત કે સીટી સર્વે કચેરી માં કરાવવી વધુ માહિતી આવતા અઠવાડિયે