શુક્રવાર, 24 જાન્યુઆરી, 2020

કાયદો અને વ્યવસ્થા

 મિત્રો કાયદો અને વ્યવસ્થા ખરેખર સમાજને એક સુવ્યવસ્થિત રાહ ઉપર લઇ જવા માટે એક ગાઈડ જેવું કામ કરે છે એવો જાણીએ 


આપણે કાયદાનો સદઉપયોગ કરીને આપણી સમસ્યાનું નિરાકરણ લાવતા હોઈએ છીએ. પરંતું  જેમાં  અમુક કિસ્સામાં માણસો કાયદાથી અજ્ઞાન હોવાના કારણે કે અભણ હોવાના કારણે ગુન્હેગાર બનતા હોઈ છે તો અમુક કિસ્સામાં આપણી સાથે કોઈ એવો બનાવ બને જેમ કે ચોરી, લૂંટ, મારા મારી, જાનથી મારી નાખવાની ધમકી કોઈ આપે વિગેરે બાબતોમાં   ફરિયાદ કરવાથી માણસો દૂર રહેતા હોવાનું જણાયેલ છે પણ ખરેખર જ્યાં સુધી સરકાર સમક્ષ કોઈ ફરિયાદ ના પહોંચે ત્યાં સુધી સરકાર પોતાની પાસે ઉપલબ્ધ આંકડાકીય માહિતી ના આધારે તેમજ મીડિયામાં રિલીઝ થતી માહિતી તેમજ અમુક સર્વે કરાવીને આંકડાકીય માહિતી મેળવે છે અને તેના આધારે સરકાર એક નિર્ણય ઉપર આવે છે અને અગર તેમાં ઓછી ફરિયાદો કે ઓછી સમસ્યા હોવાનું જણાય તો સમાજ સુરક્ષિત છે તેમ માની અને કાયદામાં સુધારા કે વધારા કરે નહિ. જેનું પરિણામ પણ આપણે જ ભોગવવું પડે, જેથી સરકાર ને આવી ઘટના ધ્યાનમાં આવે અને તમને ન્યાય મળે તે સારું ફરિયાદ કરવી જરૂરી છે. 

વિશેષમાં જયારે આપણે કાયદા દ્વારા અપાયેલ નિયમો ને અનુસરી ને ચાલીયે તો મોટા ભાગની સમસ્યા આપોઆપ દૂર થઇ જાય છે,  જોકે વિદેશ માં કાયદા કાનૂનનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે જેથી ત્યાં સમસ્યાનું પ્રમાણ ઓછું છે અને વિકાશ સ્પષ્ટ જોવા મળે છે અને બચત સમય ની અને રૂપિયાની વધારે થાય છે, લોકો નિયમોને આધીન ચાલવા પુરેપુરો પ્રયત્ન કરે છે એટલે એકબીજા સાથે વિવાદ ના સંજોગ બનતાજ નથી અને તેમજ દરેક વ્યક્તિ પ્રેકટીકલ અને પોજીટીવ વિચારધારા ધરાવતા હોય છે તેમજ એજ્યુકેશન નું પ્રમાણ પણ સારું છે અને ભારત ધીમે ધીમે વિકાશ ની ગતિ પકડી રહ્યું છે અને ભારત ના નાગરિકો કાનૂન વ્યવસ્થા જાળવવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે ભારતીય સમાજમાં જાગૃતા નું પ્રમાણ વધ્યું છે અને આવતા 2 દાયકામાં ભારત વધુ પ્રગતિ કરી દુનિયામાં પોતાનું નામ રોશન કરશે, તો આવો આપણે સંકલ્પ કરીયે કે આવતા સમયમાં આપણી આવનાર પેઢીને એક સુંદર અને સ્વચ્છ અને સુવ્યવસ્થિત કાનૂન વ્યવસ્થા વાળો દેશ આપીને જઇશુ, અને તેને માટે જરૂરી એવા તમામ નબળા પાસાને સુધારવામાં આપણું યોગદાન આપીશુ।  જય હિન્દ






ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો