(GUJARAT) મામલતદાર કોર્ટ એક્ટ 1906

ખેડૂતોને રસ્તા પાણી અને જમીનના કબ્જા તાકીદે મળી શકે છે મામલતદાર કોર્ટ એક્ટ 1906 હેઠળ 

  •  મામલતદાર કોર્ટ  એક્ટ 1906 ખેડૂત ખાતેદારોને ખાસ કરીને નીચેના પ્રકારની તકરારમાં તાકીદે દાદ મેળવવા માટે ખુબજ ઉપયોગી છે. પ્રથમ તો ખેતીના કામ માટે ઉપયોગમાં લેવાતા  કુદરતી કે કુત્રિમ નહેર અથવા પાણીના પ્રવાહમાં કે ખેતીચારા માટે વપરાતી કોઈપણ જમીન ઝાડ કે નજીકમાં કોઈ દ્રારા કાયદેસરની કાર્યવાહી અનુસર્યા સિવાય કોઈ હરકત રોકાણ ઉભા કરવામાં આવેલ હોય અને આવા હરકત રોકાણથી ખાતેદારને નુકસાન થાય કે થવાનો સંભવ હોય તો આવા હરકત રોકાણ દૂર કરવા ખાતેદાર મામલદાર કોર્ટ એક્ટ હેઠળ મામલતદાર પાસે દાવો દાખલ કરી દાદ માંગી શકે છે. 

  •  તેવીજ રીતે કોઈ ખેતીની અથવા ચરા માટે વપરાતી કોઈપણ જમીન, મકાન, ઝાડ, પાકનો કબ્જો કોઈ કાયદેસરની કાર્યવાહી અનુસર્યા સિવાય પડાવી કે લઇ લે તો તેવા સંજોગોમાં પણ તેવી જગ્યાનો કબ્જો તાત્કાલિક પરત મેળવવા માટે મામલતદાર કોર્ટ એક્ટ 1906 ની કલામ-5(1) (બ) હેઠળ દાવો દાખલ કરી  દાદ મેળવી શકાય છે. 
          સાથે સાથે આજ કલમની જોગવાઈ અનુસાર મામલતદારને ખેતીના કામ માટે વાપરવામાં આવતા કુદરતી કે કુત્રિમ કુવા, તળાવ, નહેર કે પાણીના પ્રવાહ માંથી પાણીનો ઉપયોગ ફરી ચાલુ કરી આપવાનો પણ અધિકાર છે. 

 પાના નં .2 


રસ્તા, જમીન કે પાણીની અડચણ સામે મનાઈ હુકમ પણ મળી શકે 


મામલતદાર કોર્ટ એક્ટ કલમ-5(2) માં આ રાહતરૂપ જોગવાઈ છે. તે અનુસાર ખેતી અથવા ચરા માટે વાપરવામાં આવતી કોઈપણ જમીન, મકાન, ઝાડ, ઉત્પન્નની જગ્યાના કબ્જામાં અથવા ખેતીના  કામોં માટે વાપરવામાં  આવતા કુદરતી-કુત્રિમ કુવા, તળાવ,નહેર, કે પાણીના પ્રવાહ અથવા તેના રસ્તા જે રિવાજ મુજબના માર્ગના ઉપયોગમાં કોઈ વ્યક્તિને કાયદાની રીત સિવાય બીજી રીતે હરકત રુકાવટ કરવામાં આવે કે તેમ કરવા પ્રયત્ન કરવામાં આવે તો તેવી હરકત રુકાવટ કરનાર કે પ્રયત્ન કરનારને તેમ કરતા અટકાવવા માટેના મનાઈ હુકમ આપવાના અધિકાર મામલતદારને આ કાયદાની કલામ-5(2) થી મળેલ છે.  વધુ આવતા અંકમાં

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો